Posts

Showing posts from April, 2024

જેસોર રીંછ : અભયારણ્ય

 જેસોર રીંછ  અભયારણ્ય બનાસકાંઠામાં આવેલું કાળા રીંછ માટેનું અભયારણ્ય એટલે જેસોર રીંછ અભયારણ્ય •જેસોર અભયારણ્યમાં આવેલું છે કેદારનાથ મહાદેવનું મંદિર જેસોર સ્લોથ રીંછ અભયારણ્ય એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે ગુજરાત રાજ્યના પાલનપુર નજીક  ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલું છે. તેને  1978માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, જે લગભગ 180 ચોરસ કિલોમીટર  ના વિસ્તારને આવરી લે છે, મુખ્યત્વે આળસુ રીંછના રક્ષણ માટે "સ્લોથ" નામ ભારતમાં પ્રવાસીઓ અને શિકારીઓએ રીંછને આપ્યું હતું જ્યારે તેઓએ તેને ઝાડની ડાળીઓ પરથી ઊંધું લટકતું જોયું હતું અને પરિણામે તેઓએ તેને સુસ્તીથી ઓળખી કાઢ્યું હતું, જે ઊંધું લટકતું પ્રાણી હતું. જ્યારે તે હવે સ્લોથ રીંછ તરીકે ઓળખાય છે, શરૂઆતમાં તેને "રીંછ સ્લોથ" કહેવામાં આવતું હતું 18મી સદીના ઉત્તરાર્ધમાં તેનું વૈજ્ઞાનિક નામ ઉર્સિન બ્રેડીપસ, ઉર્સીફોર્મ સ્લોથ અથવા બ્રેડીપસ ઉર્સિનસ હતું. પરંતુ જ્યારે 19મી સદીની શરૂઆતમાં, ફ્રાન્સના પ્રાણી સંગ્રહાલયમાં રખાયેલા એક સુસ્ત રીંછની તપાસ કરવામાં આવી ત્યારે વૈજ્ઞાનિકોએ તેને રીંછની પ્રજાતિ તરીકે યોગ્ય રીતે ઓળખી કાઢ્યું અ...

આશોતરો (આસુંદરો) આદિવાસી ભાષામાં હેંગળો

Image
  આશોતરો (આસુંદરો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિયૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia racemosa  (સંસ્કૃત . અશ્મન્તક, શ્વેતકંચન; હિન્દી  ઝિંજેરી, કચનાલ) છે. દેવકંચન અને કંચનાર તેની સહજાતિઓ છે. કાંચકા, ચીલાર, ગલતોરો, લીબીદીબી, ગુલમહોર, ગરમાળો, કાસુંદરો, અશોક અને આમલી તેની જાણીતી સહપ્રજાતિઓ છે. તે નાનું, વાંકુંચૂકું ઝાંખરા જેવું વૃક્ષ છે. તેની શાખાઓ નમિત  હોય છે. તે સમગ્ર ભારતમાં થાય છે. પશ્ચિમ હિમાલયમાં તે 1,650 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનું પ્રકાંડ ઊભી તિરાડો ધરાવે છે. છાલ વાદળી-કાળી, ખરબચડી, અંદરની તરફ ગુલાબી-લાલ અને ખુલ્લી થતાં બદામી રંગમાં ફેરવાય છે. પર્ણો સાદાં, તેમની લંબાઈ કરતાં પહોળાઈ વધારે, લીલાં, ચર્મિલ, દ્વિખંડી, થોડાંક હૃદયાકાર અને નીચેના ભાગે ભૂખરા રોમ વડે આવરિત હોય છે. પુષ્પો પીળાં હોય છે અને પીળાશ પડતા સફેદ પર્ણદંડની સામે કે પ્રકાંડના અગ્ર ભાગે ટૂંકા દંડ ઉપર કલગી(raceme)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ શિંબી, સદંડી, 12થી 20 બીજવાળું, અરોમિલ, દાતરડા આકારનું અને ફૂલેલું હોય છે. બીજ ઘેરાં રાતાં-બદામી હોય છે. જંગલમાં વૃક...

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

Image
                        Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.

Image
            ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.  ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી શાળા તા.ધરમપુર જી.વલસાડમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય શિક્ષકશ્રી ડૉ.વિરેન્દ્રભાઈ પટેલે તેમનાં જન્મદિવસે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપને રોકડ રકમ દ્વારા મદદ કરવામાં આવી. તેમના દ્વારા  ધરમપુર,ખેરગામ, અને ચીખલી તાલુકામાં નવ જેટલી લાયબ્રેરી શરૂ કરવામાં આવેલ છે..જેમાં સ્પર્ધાત્મક પુસ્તકો  ઉપલબ્ધ કરાવેલ છે અને તેમના દ્વારા 37  જેટલાં રકતદાન કેમ્પ કરવામાં આવેલ છે. ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા ગરીબ વિદ્યાર્થી મિત્રો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવનાર મીનેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.