આશોતરો (આસુંદરો) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના સિઝાલ્પિનિયૉઇડી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Bauhinia racemosa (સંસ્કૃત . અશ્મન્તક, શ્વેતકંચન; હિન્દી ઝિંજેરી, કચનાલ) છે. દેવકંચન અને કંચનાર તેની સહજાતિઓ છે. કાંચકા, ચીલાર, ગલતોરો, લીબીદીબી, ગુલમહોર, ગરમાળો, કાસુંદરો, અશોક અને આમલી તેની જાણીતી સહપ્રજાતિઓ છે. તે નાનું, વાંકુંચૂકું ઝાંખરા જેવું વૃક્ષ છે. તેની શાખાઓ નમિત હોય છે. તે સમગ્ર ભારતમાં થાય છે. પશ્ચિમ હિમાલયમાં તે 1,650 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનું પ્રકાંડ ઊભી તિરાડો ધરાવે છે. છાલ વાદળી-કાળી, ખરબચડી, અંદરની તરફ ગુલાબી-લાલ અને ખુલ્લી થતાં બદામી રંગમાં ફેરવાય છે. પર્ણો સાદાં, તેમની લંબાઈ કરતાં પહોળાઈ વધારે, લીલાં, ચર્મિલ, દ્વિખંડી, થોડાંક હૃદયાકાર અને નીચેના ભાગે ભૂખરા રોમ વડે આવરિત હોય છે. પુષ્પો પીળાં હોય છે અને પીળાશ પડતા સફેદ પર્ણદંડની સામે કે પ્રકાંડના અગ્ર ભાગે ટૂંકા દંડ ઉપર કલગી(raceme)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ શિંબી, સદંડી, 12થી 20 બીજવાળું, અરોમિલ, દાતરડા આકારનું અને ફૂલેલું હોય છે. બીજ ઘેરાં રાતાં-બદામી હોય છે. જંગલમાં વૃક...
Comments
Post a Comment